પંચમહાલ
ગોધરા સાપારોડ પર આવેલ સંગમ ટેનામેન્ટ સોસાયટી ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે .છેલ્લા ચાર એક વર્ષ થી સોસાયટી ના રહીશો દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં સંગમ સોસાયટી ની મહીલાઓ.પુરૂષો.બાળકો આને આજુ બાજુ ની સોસાયટી ના લોકો પણ ગરબે ઘુમવા આવે છે.નોરતા ની રંગત જામી છે.રવીવાર ની રજા ના કારણે ગરબાઓમાં રમઝટ જામી હતી.લોકો કોરોના ને ભુલી ને માતાજીની ભક્તિ માં તલ્લીન થયા છે. પરંપરા ગત વસ્ત્રો માં ખેલૈયાઓ જોવા મળે છે. તેમજ નવરાત્રી ના પવિત્ર તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.સંગમ ટેનામેન્ટ ના આયોજકોએ ગરબે ઘુમવા માટે ની વ્યવસ્થા સારી કરી છે.
રીપોર્ટ …. જીતેન્દ્ર ઠાકર