સૂત્રો ના જણાવ્યા અનુસાર ગાંધીનગર મહાનગર મહિલા પ્રમુખ પ્રિયા પટેલ અંને ગાંધીનગર ભાજપ મહાનગર દ્વારા તત્કાલ બેઠક નું આયોજન કરવા માં આવ્યું હતું.ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા આગામી ચૂંટણી ઓ ને ધ્યાન માં રાખી મહિલા મોરચા ને ખુબજ પ્રાધાન્ય આપવા માં આવી રહુ છે, મહિલા મંડળો દ્વા રા અનેક કાર્યક્રમો કરવા માં આવતા હોય છે. ગાંધીનગર મહાનગર ની ચૂંટણી પણ તારીખ 3 ના રોજ યોજાનાર છે જેને લઈ આગામી રણનીતિ ઓને ઘડવા અને આગામી દિવસોનું આયોજન કરવા આ તત્કાલ મિટિંગ નું આયોજન કરવા માં આવ્યું હતું.આ બેઠક માં ગાંધીનગર મહાનગર ના મહામન્ત્રી અને મહિલા મોરચાપ્રભારી ગૌરાંગભાઈપટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કનુભાઈ દેસાઈ, મોરચા અધ્યક્ષ પ્રિયા પટેલ અને સમગ્ર મહિલા ટીમ હાજર રહ્યા હતા અને વધુમાં મહિલા પ્રમુખ પ્રિયા પટેલ જણાવ્યું હતું કે એમની મહિલા ટીમ પાર્ટી ની વિચારધારા પ્રજા સમક્ષ મૂકવા માં આવશે અને આ ચૂંટણી માં મહિલા મોરચા ની આગવી ભૂમિકા હશે એવુ આયોજન કરી મહાનગર ના તમામ વોર્ડ માં માઈક્રો આયોજન કરવા માં આવશે.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ