ગાંધીનગર મહાનગર ભાજપા અને ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહ ના માધ્યમ થી અન્નકીટ વિતરણમળતી માહિતી અનુસાર ગાંધીનગર મહાનગર ભાજપા અને ગાંધીનગર લોકસભા નાસાંસદ શ્રી અમિતભાઇ શાહ (ગૃહમંત્રી, ભારત સરકાર અને સહકાર મંત્રી ) ના સહયોગ થી જરુરીયાત મંદ પરિવારો ને અન્ન કીટ વિતરણ કરવા માં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ઘાટલોડિયા વિધાનસભા ના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ,ગાંધીનગર જિલ્લા પ્રભારી હર્ષદભાઈ પટેલ, મહાનગર ના અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ,મહામન્ત્રી ગૌરાંગભાઈ તથા ધર્મેન્દ્ર સિંહ વાઘેલા તથા મોટી સંખ્યા માં લાભાર્થી ઓ અને કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ