સાબરકાંઠા SOG ની ટીમે ગેર કાયદેસર બંદૂક સાથે એક ઇસમને ઝડપ્યો.

0
11

સાબરકાંઠા SOG એ ઇડર તાલુકાના ફીંચોડ ગામની સીમમાં બોરકુંવા ઉપર આવેલ એક ઓરડીમાથી ગેરકાયદેસર બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડી કાયૅવાહી હાથ ધરી

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા એ
એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ છે. જે અન્વયે સાબરકાંઠા પોલીસ અધિક્ષક નીરજ કુમાર
બડગુજર સાહેબ,એ આપેલ સુચના અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે.રાઠોડ, ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.કે.કે.રાઠોડ, તથા એ.એસ.આઇ. શૈલાબેન બેન્જામીન તથા એ.એસ.આઇ. સીતાબેન ભરતભાઇ તથા અ.હે.કોન્સ. કાળુભાઇ દેવાભાઇ તથા અ.હે.કોન્સ.ભાવેશકુમાર રામજીભાઇ તથા પો.કોન્સ. ગોવર્ધનભાઇ નારાયણભાઇ તથા પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટવરસિંહ તથા ડ્રા.પો.કોન્સ. સુરતાનસિંહ
જગતસિંહ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અંગે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખાનગી બાતમીના આધારે જાદર પો.સ્ટે. વિસ્તારના ફીંચોડ ગામની સીમમાંથી આરોપી ગોવિંદભાઇ કાવાજી ડામોર રહે. ફીંચોડ ગામની સીમમાં, નારાયણભાઇ છગનભાઇ પટેલના બોરકુવા ઉપર આવેલ ઓરડીમાં તા. ઇડર જી. સાબરકાંઠા મુળ રહે. લથુની તા. ઝાડોલ જી. ઉદેપુર રાજસ્થાનવાળાના અંગ કબજામાંથી ગેરકાયદેસરની બંદુક કિંમત રૂપિયા-પ,૦૦૦ ની હસ્તગત કરી હતી.અને આરોપી વિરૂધ્ધ જાદર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી ગુનાની આગળની તપાસ કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here