કલોલની સ્થિતિની ગંભીરતા લેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.
કલોલ ની સ્થિતિ ગંભીર જણાતા લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવી રોગને કાબૂમાં લેવા માટે અસરકારક પગલાં ભરવા સૂચનો કર્યા હતા.
ત્યારે આજે જિલ્લા કલેકટર દ્વારા કલોલ નગરપાલિકા ખાતે
તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર, કલોલ શહેર મામલતદાર,કલોલ શહેર પ્રમુખ સહિતના ઉચ્ચ અધિકારી પાસેથી કોલેરા રોક થામ માટેનો રિપોર્ટ માંગ્યો હતી.
ઉપરાંત કલેકટરે જાતે જ કલોલ ની મુલાકાત લઈ રોગચાળા ને કાબુ માં લેવા માટે કરાતી કામગીરીની સમીક્ષા કરી
અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
સંજય નાયક
કલોલ