સુઈગામ તાલુકાના મમાણા પે.કે.શાળામાં બાળમેળો યોજાયો.

0
0
       બાળમેળો એટલે શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે આનંદનો ઉત્સવ તેમજ વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેનાર બાળકોની આનંદ યાત્રા છે. આ દિવસે બાળકો પોતાની કુશળતા અનોખી અને આગવી રીતે પ્રસ્તુત કરી શકે છે. બાળમેળો એટલે કે એવો મેળો કે જેમાં બાળકો પોતાની માનસિક,શારીરિક અને સાંવેગિક ક્ષમતાઓને ખીલવે છે. રોજિંદા જીવનમાં કૌશલ્યનો ઉપયોગ કરતા શીખે છે. વર્ષ-૨૦૨૪-૨૫ના બાળમેળા અંતર્ગત આજે તા.૨૭/૦૭/૨૦૨૪ને શનિવારે સુઈગામ તાલુકાના મમાણા મુકામે પ્રાથમિક શાળામાં બાળમેળાનું સુંદર આયોજન થયું હતું. જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો જુદી-જુદી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. બાળકોએ પોતાના બાળ કૌશલ્યનો ઉત્સાહ સાથે પરિચય કરાવ્યો હતો. જેમાં બાળમેળાની ગાઈડલાઈન મુજબ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. બાળ ઘડતર અને બાળ નિર્માણના આ કાર્યક્રમને શાળા પરીવારે બાળપ્રિય બની વધાવ્યો હતો.

અહેવાલ રમેશ રાજપુત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here