રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને બોર્ડ મેમ્બરનો 14મો શપથ વિધિ કાર્યક્રમ યોજાયો..

0
0

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને બોર્ડ મેમ્બર નો 14મો શપથ વિધિ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ તરીકે ડૉ. સી એમ ઠક્કર અને સેક્રેટરી તરીકે ડૉ. પરેશભાઈ દરજીએ અને તેમના બોર્ડ મેમ્બરે રોટરી પદના શપથ ગ્રહણ કર્યા હતા.

યોજાયેલ રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને બોર્ડ મેમ્બરનો 14મો શપથ વિધિ કાર્યક્રમ અંતર્ગત રોટરી સ્થાપક ડૉ. મહેશ મુલાણી, ઇન્સ્ટોલેશન ઓફિસર ડૉ. સૌરવ મિસ્ત્રી, આવનાર મહેમાનોમાં ધારાસભ્ય રાધનપુર લવિંગજી સોલંકી, રેડક્રોસ રાધનપુર ના ચેરમેન ડૉ નવીનભાઈ ઠક્કર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત ડૉ.પ્રવીણભાઈ ઓઝા, ડૉ.વિષ્ણુદાન ઝૂલા, ડૉ ખેતસીભાઈ, ડૉ.વસંત ચૌધરી,મુનીર અજમેરી, આસ્થા હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ઓર્થોપેડીક ડૉ.ભગીરથસિંહ કેલા, દિનેશભાઇ પમ્પ,મોહનભાઈ સુથાર, જયેશભાઇ ટાયર, જયરાજસિંહ, સહીતના આગેવાનો તેમજ રોટેરીયન મિત્રો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે ડૉ દિનેશભાઇ ઠક્કર અને કવિતાબેને પ્રસંસનીય કાર્ય કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મહેશ રાઠોડ, ચિરાગ રાવલ અને ડૉ કિશોરભાઈ એ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here