રાધનપુર શહેરમાં આવેલ બેંક ઓફ બરોડા ની બાજુમાં જોખમી વીજપોલ ને લઇને લોકોમાં ભય: આ વીજપોલ જમીન પર નહિ પરંતુ વીજતાર ને કારણે પોલ ખીલી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે..

0
0

પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..

વીજપોલ જમીનના ભાગે થી નમી ગયેલ હોય કોઈ કારણોસર ધરાશાય થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ..!!

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ બેંક ઓફ બરોડા ની બિલકુલ બાજુમાં જ જોખમી વીજપોલ જણાઈ રહ્યો છે.આ વીજપોલ જમીનના ભાગે થી નમી ગયેલ હોય અને હાલ ચોમાસા દરમિયાન વરસાદી માહોલ વચ્ચે આ વીજપોલ ધરાશાય થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.વીજપોલ જમીનના ભાગે થી નમી ગયેલ હોય ઉપર તાર ઉપર જાણે વીજપોલ લટકી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.અહીંયા બેંક નજીક હોય મોટી સંખ્યામાં લોકો ની અવરજવર રહેતી હોય છે ત્યારે જો કોઈ કારણોસર વીજપ્રવાહ ચાલુ હોય અને આ વીજપોલ ધરાશાય થાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી હોનારત સર્જાય સકે છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરી આ વીજપોલ બદલવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

રાધનપુરના બેંક ઓફ બરોડા ની બિલકુલ બાજુના ટાયર પંચર ની દુકાન પાસે આ નમી ગયેલ વીજપોલ આવેલ છે.જ્યાં બિલકુલ બાજુમા બેંક આવેલ હોય તેમજ અન્ય દુકાનો આવેલ હોય મોટી સંખ્યામાં બેંક અરજદારો થી લઈને ખરીદી અર્થે આવતા ગ્રાહકોની અને લોકોની અવર જવર નાં કારણે ભારે ભીડ રહેતી હોય છે.ત્યારે અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તકેદારીના અને આગમચેતી નાં ભાગરૂપે UGVCL તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવા લોકમાંગ ઉઠી હતી.

રાધનપુરના નગર પાલિકા વિસ્તારના પાછળના ભાગે આવેલ બેંક ઓફ બરોડા ની બિલકુલ બાજુમા વીજપોલ જોખમી જણાઈ રહ્યો છે. આ વીજપોલ જમીન પર નહિ પરંતુ વીજતાર ને લઇને પોલ જાણે લટકી રહ્યો હોય હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે આ જમીન નાં ભાગેથી નમી ગયેલ વીજપોલ કોઈ કારણોસર નીચે પડે તો વીજપ્રવાહ ચાલુ હોય અહીંયા મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિત નું નિર્માણ થયું છે.

જે..દૃશ્યોમાં આપ જોઈ સકો છો કે, આ ભરચક વિસ્તારમાં લોકોની અવર જવર અને બાજુમાં બેંક સહિત દુકાનો આવેલ છે.ત્યારે મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે અહીંયા આ જોખમી વીજપોલ કોઈ કારણોસર ક્ષતિગ્રસ્ત થાય ધરાશાય થાય અને કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે સવાલો નગરજનો માં ઉઠી રહ્યા છે.

આમ,નાગરિકોને વિધુત ઊર્જા મળી રહે તે માટે વીજપોલ ઉભા કરવામાં આવતા હોય છે.જેનું વીજબિલ આમ ગ્રાહકો ભરતા હોય છે.તેવી જ રીતે કોઈ જગ્યાએ વીજપોલ ક્ષતિગ્રસ્ત હોય જોખમી હોય કે સમારકામ હોય તો એની જવાબદારી પણ તંત્રની બદલવાની અને સમારકામ કરવાની હોય છે.ત્યારે રાધનપુર શહેરમાં બેંક ઓફ બરોડા ની બાજુમાં જોખમી અને નમી ગયેલા આ વીજપોલને લઇને અહીંયા અવર જવર કરતા બેંક અરજદારો થી લઈને વેપારીઓમાં અને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે વીજપોલ બદલવા લોક માંગ ઉઠી રહી છે.સત્વરે રાધનપુર UGVCL તંત્ર દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરી તાત્કાલિક ધોરણે આ વીજપોલ બદલવામાં આવે તેવી શહેરીજનો ની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here