રાધનપુરના ગોતરકા શરીફ દરગાહ ખાતે યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…

0
1

પાટણ…
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..

કરબલાના 72 શહીદોની શાનમાં મલેક દરબાર યુવા સંગઠન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં યુવા સંગઠન દ્વારા 72 બોટલ નું બ્લડ ડોનેશન કરાયું..

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ શરીફ દરગાહ ખાતે યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જે કેમ્પ કરબલાના 72 શહીદોની શાનમાં મલેક દરબાર યુવા સંગઠન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં યુવા સંગઠન દ્વારા 72 બોટલ નું બ્લડ ડોનેશન કરી પ્રેરણા રૂપ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે લોકો માટે પ્રેરણારૂપ કાર્ય કરવામાં આવ્યું હતુ.મલેક યુવા સંગઠન દ્વારા અનેકવાર બ્લ્ડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે.તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.ત્યારે ફરી વધુ એકવાર ગોતરકા ગામ ખાતે આવેલ દરગાહ ની જગ્યાએ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરબલાના 72 શહીદોની શાન માં મલેક યુવા સંગઠન દ્વારા 72 બોટલ બલ્ડ એકઠું કરી સેવાકીય પ્રવૃત્તિ કરી યુવા સંગઠન એ ધન્યતા અનુભવી હતી

ગોતરકા ગામ ખાતે યોજાયેલ ભવ્ય બ્લ્ડ ડોનેશન કેમ્પ નાં આયોજક મલેક હમીરખાન, મલેક ઈદ્વીસખાન , મલેક અતુભા ડેલીકેટ ,મલેક સીકંન્દર ખાન ,મલેક અમજદખાન ,યાશીન ખાન, મલેક આબાદ ખાન,દ્વારા ભવ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ આ પ્રસંગે સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ બ્લડ સેવા સમિતિ નાં મિત્રો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ તનેસિંહ સોઢા , રાયમલભાઈ મનવર અને અતિથિ વિશેષ લલિતભાઈ અમીન ડોક્ટર તથા ભણશાલી બ્લડ બેંક સ્ટાફ અને ડોક્ટર શૈલેન્દ્ર પાસવન ન્યુ લાઇફ કેર હોસ્પિટલ આડેસર સહિતના સહયોગ થી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન રાધનપુરના ગોતરકા ગામ ખાતે આવેલ શરીફ દરગાહ ખાતે કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here