રાજસ્થાન તરફથી આવતી. સ્વિક્ટ કારમાથી પોણો લાખનાવિદેશી દારૂ સાથે બે સખ્સો ઝડપાયા

0
0

વિજયનગરના મોજાળીયા ગામે વોચ ગોઠવતા

૬૯૨ બોટલ વિદેશી દારૂ ,બે લાખની કાર અને રૂ ૪૦૦૦ના બે મોબાઈલ મળી રૂ ૨,૭૮,૨૬૦ /- નો મુદ્દામાલ જપ્ત

વિજયનગર તા.૨૬
વિજયનગર તાલુકામાં આજે સત્તત બીજા દિવસે પણ એક કારમા રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડતા પોણો લાખના વિદેશી દારૂ
સાથે બે જણ ઝડપાતા પોલોસ વોન્ટેડ બીજા બે સહિત ચાર ઇસમો સામે પ્રોહિબિશનનો ગુનો નોધીને ૬૯૨ બોટલ વિદેશી દારૂ ,બે લાખની કાર અને રૂ ૪૦૦૦ના બે મોબાઈલ મળી રૂ ૨,૭૮,૨૬૦ /- નો મુદ્દામાલ જપ્ત જપ્ત કર્યો છે.
વિજયનગરના પોસઈ વાય.બી.બારોટ પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તાર પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એક સ્વિફ્ટ ગાડીમાં બે ઇસમો દારૂ ભરીને આવે છે અને વસાઇ ઘાટા થઇને મોજાળીયા થઇને નિકળનાર છે તેવી બાતમી આધારે મોજાળીયા ગામે રોડ ઉપર વોચ ગોઠવતા આરોપીના વાહનને રોકવા સરકારી વાહનની આડાશ મુક્તા સ્વિફ્ટ કારનો ચાલક યું ટર્ન મારી ભાગવા જતા એનું વાહન ફસાઇ ગયું હતું
આ વાહનની તલાશી લેતા તેમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ. ૬૯૨ કિં.રૂ. ૭૪,૨૬૦ /-નો જથ્થો મળી આવ્યો હતો.દારૂનો જથ્થો તથા બે લાખની મારૂતી સ્વિફ્ટ તથા મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૪૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૭૮,૨૬૦ /- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here