અમીરગઢ…
Lcb પોલીસે કાર સહિત 4 લાખ 76 હજાર નો કુલ મુદામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી
બનાસકાંઠા એલ.સી બી પોલીસે અમીરગઢ નજીક થી એક દારૂ ભરેલી i10 ગાડી ઝડપી પાડી છે ગાડી ચાલક ની અટકાયત કરી 4 લાખ 76 હજાર નો મુદામાલ કબ્જે લઈ આગળની તાપસ હાથ ધરી છે. બનાસકાંઠા પાલનપુર એલ.સી.બી પોલીસ અમીરગઢ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે રાજસ્થાન થી અમીરગઢ તરફ એક i10 કાર નંબર GJ-01-KU-3966 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલનપર તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે અમીરગઢ નજીક સનરાઈઝ હોટલ પાસે હાઇવે રોડ ઉપર ચેકિંગ દરમ્યાન હકિકત વાળી i10 કાર ગાડી પકડી પાડી હતી જે ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 1200 જેટલી કુલ બોટલ 1 લાખ 76 હજાર 020 કુલ કિંમત તથા i10 કાર કિંમત 3 લાખ સાથે એમ કુલ કિંમત મળી 4 લાખ 76 હજાર 020 રૂપિયાનો કુલ મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક ઉત્તમસિંહ વાઘેલા સામે વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)