દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ

0
0

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત; દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ), અધિકારીઓ દ્વારા ફિલ્ડ વિઝીટ અને કિસાન ગોષ્ઠિ સહિતની બાબતોની કામગીરીની સમીક્ષા કરી અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં કલેક્ટરએ ધોરણે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રો, સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સહકારથી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારી, બાગાયત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here