દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકાના ઝાબિયા ગામેથી પ્રથમ વખત શુભ શરૂઆત કરવામાં આવી છે ત્યારે ૩૫ જેટલા ભકતો ૧૨ ગજની ધજા(નેજા) કપડાંનો ધોડો લઈ ને પગપાળા સંઘ ચાલીને રામદેવરા(રાજસ્થાન) બાબા રામદેવજી ના દર્શનન કરવાં માટે ભકતો તારીખ .૨૦/૦૯/૨૧ સોમવાર ના રોજ નીકળ્યા છે.આ ભાવિક ભક્તો રાજસ્થાન માં આવેલ પવિત્ર અને પ્રખ્યાત આસ્થાનું પ્રતિક બાબા રામદેવજી મંદિર ખાતે દુર દુર થી બાબા રામદેવજી ના દર્શન કરવા ભાવિક ભક્તો આવે છે. ત્યારે દેવગઢબારિયા તાલુકાના ઝાબિયાથી ૭૫૦.કિલ્લો મીટર સુધી પગપાળા ચાલીને રામદેવરા બાબા રામદેવજી ના દર્શન કરી અને ગામના લોકોએ રામદેવબાબા સૌ લોકો ની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી રામદેવ બાબા ને અરજ કરવામાં આવી હતી.રિપોર્ટ :- કિરીટભાઈ બારીઆ..સાગટાળા