સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર માં આવેલ ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં વિનામૂલ્યે પાંચમો નેત્રનિદાન તેમજ મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયો હતો જેમાં દૂધ મંડળી ચેરમેન પટેલ રમેશભાઈ માધાભાઈ, સેવા સહકારી મંડળીના ચેરમેન પટેલ ડાહ્યાભાઇ ચુનીલાલ, સરપંચ શ્રી પટેલ રમીલાબેન , તલોદ લાયન્સ કલબ પ્રમુખ વર્ષાબેન જગદીશભાઈ પટેલ, કેબિનેટ ચેરમેન જગદીશભાઈ શાંતિલાલ પટેલ, જે બી પટેલ ,હરીશભાઇ પટેલ, ડૉ ટી એસ ચૌધરી ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી નેત્ર નિદાન કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર બંસી બેન તેમજ પ્રજાપતિ ધ્રુવી બેન દ્વારા આંખની તપાસ કરી રાજેન્દ્રસિંગ દ્વારા ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિનામૂલ્યે નેત્રદાન કેમ્પનો લાભ લીધો હતો ત્યારે લાલ ક્લબ ઓફ તલોદ અને લાયન્સ કર્ણાવતી આઈ હોસ્પિટલ દ્વારા આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
અલ્પેશ નાયક