ડીસા તાલુકાના પાલડી ગામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર બાબુભાઈ પરમારને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ મતદાતાઓ દ્વારા અપાયું જનસમર્થન..

1
30

સરપંચ દ્વારા અગાઉ પાંચ વર્ષમાં કરેલ વિકાસનાં કામો ગ્રામજનો સમક્ષ રજુ કરાયા ગામની કાયાપલટ કરનાર સરપંચને બીજીવાર ભવ્ય વિજય કરવા ગ્રામજનો મક્કમતા દર્શાવી..

ગામ પંચાયતની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે દરેક ગામમાં સરપંચ પદના ઉમેદવાર દ્વારા પોતાનો પ્રચાર પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે ત્યારે ડીસા તાલુકાના પાલડી ગામ પંચાયતની ચૂંટણીમાં અગાઉ પાંચ વર્ષ મહીલા સરપંચ પદે બિરાજમાન રમીલાબેન બાબુભાઈ પરમાર દ્વારા ગામમાં સુંદર વિકાસનાં કામો કરી ગામની કાયાપલટ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ગામમાં એન્ટી કરતાની સાથે મોર્ડન પીક અપ સ્ટેન્ડ જાહેર શૌચાલય ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ સુંદર ગાર્ડન ગામમાં પાકા ડામર રોડ રસ્તાઓ ગ્રામજનો માટે ગંદકી દૂર કરી સ્નાનગૃહ સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા પુન્ય કમાવા માટે ગૌશાળા સાથે રાધે કૃષ્ણનું મંદિર વાહનો માટે પાર્કિંગ પશુઓને પાણી પીવા માટે અવાડા ગામના ગુંદરે રાહદારીઓ અને વાહન ચાલકો માટે પીવાના પાણીની પરબ સાથે ગામ પંચાયત કચેરીમાં ગ્રામજનો ને સરકારી કામકાજમાં કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરની ફરજીયાત હાજરી સાથે અનેક વિકાસના કામો છેલ્લા પાંચ વર્ષમાં પુર્ણ કરી આ વખતે ગામ પંચાયતની ચૂંટણીમાં મહીલાના પતિ બાબુભાઈ પરમાર દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં પાલડી ગામજનોનું જબરજસ્ત સમર્થન મલી રહ્યું છે પાંચ વર્ષમાં કરેલા વિકાસનાં કામોના રથને આગળ વધારવા પાલડી ગામના મતદાતાઓ દ્વારા મન મક્કમ કરીને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે આજે ગામ પંચાયતની ચૂંટણી અનુલક્ષીને સરપંચ પદના ઉમેદવાર બાબુભાઈ પરમાર દ્વારા એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામમાં રહેતા તમામ સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરપંચ પદના ઉમેદવાર બાબુભાઈ પરમાર દ્વારા પાંચ વર્ષમાં કરેલા વિકાસનાં કામોની રૂપરેખા ગ્રામજનો સમક્ષ રજુ કરવામાં આવી હતી જેમાં વષોથી પાલડી ગામની જમીન પરનો કબ્જો દુર કરાવી પાલડી ગામ પંચાયતના હસ્તક લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર દ્વારા અપાતું સસ્તા અનાજની દુકાન પાલડી ગામથી ચાર કિલોમીટર દૂર રામવાસ ગામે આવેલ હતી જે સરકારમાં રજૂઆત કરીને પાલડી ગામ દુકાનનું વિભાજન કરી પાલડી ગામે સસ્તા અનાજની દુકાન ચાલું કરાવી છે જેથી સસ્તા અનાજના લાભાર્થીઓ ને હવે દુર જવાની જરૂર નહી પડે ત્યારે આજે યોજાયેલી બેઠકમાં સરપંચના ઉમેદવાર બાબુભાઈ પરમાર દ્વારા મતદાતાઓ ને વિનંતી સાથે અપીલ કરી હતી કે તમામ ગ્રામજનો આપણો કિંમતી અને પવિત્ર વોટ આપી પાલડી ગામે વિકાસનાં કામોના રથને આગળ વધારવા સહુના આશીર્વાદ મલી રહે તેવી આશા વ્યક્ત કરાતાં મોટીસંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા એક સાથે સરપંચ પદના ઉમેદવાર બાબુભાઈ પરમારને ટેકો જાહેર કરાતાં ઉપસ્થિત બેઠકમાં તમામ ગ્રામજનોનો સરપંચ પદના ઉમેદવાર બાબુભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here