ચારણકા સોલાર કંપનીઓનો જમીન મહેસુલનો બાકી રૂ. 67.00 લાખ વેરાની વસુલાત

0
0

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ GPCL દ્વારા જમીન મહેસુલ તથા શિક્ષણ મહેસુલનો વેરો ભરપાઈ કરાયો

સાંતલપુર તાલુકામાં કુલ-56 ગ્રામ પંચાયતો તેમજ 71 મહેસુલી ગામો છે. જે 71 મહેસુલી ગામોનું ચાલુ મહેસુલી વર્ષ સુધીનું જમીન મહેસુલનું કુલ માંગણુ રૂ. 1,06,89,933.75/- છે. સાંતલપુર તાલુકાના ચારણકા ગામે સોલાર પાર્ક આવેલ છે. જેમાં અલગ અલગ સોલાર કંપનીઓ આવેલ છે. જેનો ચાલુ મહેસુલી વર્ષ સુધીનો જમીન મહેસૂલનો બાકી વેરો રૂ. 61,15,399/- તથા શિક્ષણ ઉપકરનો બાકી વેરો રૂ. 6,11,540/- મળી કુલ રૂ.67,26,939/- વેરો બાકી હતો. જે બાકી વેરો GPCL પાસેથી વસુલ કરવાનો થતો હોઈ ચારણકા ગ્રામ પંચાયત દ્રારા GPCLને માંગણા બીલ આપી બાકી વેરો ભરપાઈ કરવા જણાવેલ હતું. પરંતુ GPCL દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવ્યો નહોતો.

ચાલુ મહેસુલી વર્ષને 1- માસ બાકી હોઈ જિલ્લા વિકાસ અધિકારી, પાટણ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ), પાટણના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી, ચારણકા અને તાલુકા વિકાસ અધિકારી, સાંતલપુર દ્વારા જમીન મહેસુલ અધિનિયમની કલમ-152 તથા 154 મુજબ કાર્યવાહી કરતા GPCL દ્વારા ચાલુ મહેસુલી વર્ષ સુધીનો જમીન મહેસૂલનો બાકી વેરો રૂ.61,15,399/- તથા શિક્ષણ ઉપકરનો બાકી વેરો રૂ.6,11,540/- મળી કુલ રૂ.67,26,939/- તા. 23/07/2024 ના રોજ ભરપાઈ કરેલ છે. એમ તાલુકા વિકાસ અધિકારી સાંતલપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here