ચાણસ્મા પંથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા યુવક ને ચાણસ્માના રૂપપુર ગામે આવેલ હરસિધ્ધ માતાજીના મંદિર પાસેથી પાટણ એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધો….

0
0

ચાણસ્મા પંથકમાં અત્યાર સુધીમાં કેટલીય ઘરફોડ તથા મંદિર ચોરીઓ પણ થયેલી છે ત્યારે આવા ગુનાનો ભેદ ઉકેલવા માટે પાટણ એસ.ઓ.જી પોલીસ કામ કરી રહી છે ત્યારે પાટણ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના એક શખ્સને ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામેથી ઝડપીને ચાણસ્મા પોલીસના હવાલે કર્યો હોવાનું જાણવા મળ્યું હતું
પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ચાણસ્મા પંથકમાંથી ચોરીના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ એસ.ઓ.જી પોલીસે દબોચી લીધો હતો
આ અંગેની માહિતી મુજબ પાટણ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમી મુજબ ચાણસ્મા પંથકમાં થયેલી ચોરી ના ગુનામાં ચાણસ્મા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ઇ.પી. કો કલમ 379 મુજબ ચોરીના ગુનામાં નાસ્તો કરતો ઈસમ બિશ્નોઇ કિશન સુજારામ રહે ગુદવ તાલુકો સાંચોર રાજસ્થાન વાળો ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે આવેલ હરસિધ્ધ માતાજીના મંદિરે પાસે ઉભેલો હોવાની બાતમી મળતા પાટણ એસ.ઓ.જી પોલીસે બાતમી વાળી જગ્યા પર પહોંચીને આરોપીને ઝડપીને ચાણસ્મા પોલીસના હવાલે કર્યો હતો
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here