કાંકરેજ તાલુકાના કુંવારવા ગ્રામ પંચાયત ત્રિકોણીય જંગ , સરપંચ તરીકે 3 ઉમેદવારો મેદાનમાં..

1
22

બનાસકાંઠા…

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના કુંવારવા ગ્રામ પંચાયત ની સામાન્ય ચુંટણી માં સરપંચ તરિકે 3 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે ખુરશી પર બેસી ને ચૂંટણી માટે પ્રચાર પ્રસાર માઘ્યમો ને વેગ આપી રહ્યા છે અને દિવસે પણ ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર પચાર કરી રહ્યા છે.ત્યારે કુડેચા ઈશ્વરજી અગરાજી કુંવારવા ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેઓએ અગાઉ પણ ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે રહીને 5 વર્ષ સેવા આપી હતી ત્યારે હવે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવતા મતદારો દ્વારા ઠેર ઠેર .. બહોળો પ્રતિસાદ સાંપડયો છે ત્યારે કુંવારવા ગ્રામ પંચાયત ની સામાન્ય ચુંટણી માં કુલ મળીને 3 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે જેમાં સૌથી વધુ મતદારો છે જેમાં સરપંચ કુડેચા ઇશ્વરજી. અગરાજી અને તેમના ટેકેદારો દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર માઘ્યમો ને વેગ આપી ને જીત મેળવવા માટે પાક્કો નિર્ધાર કર્યો છે ત્યારે મીડિયા કવરેજ દરમિયાન ચૂંટણી માં કોણ બનશે સરપંચ? નો ચિતાર મેળવવા માટે ગામડે ગામડે ફરી ને સામાન્ય ગ્રામ પંચાયતો ની ચુંટણી ના સરપંચ ઉમેદવારો અને મતદારો ના મિજાજ જાણવા માટે કાળજી રાખીને યોગ્ય રીતે પ્રજા લક્ષી પ્રશ્નો અંગે અને ગામના વિકાસ માટે જાણકારી મેળવી રહયા છે ત્યારે કુંવારવા ગામના સરપંચ ઉમેદવાર અને મતદારો ના અભિપ્રાય જાણવાની કોશિશ કરી હતી. હવે કુંવારવા ખાતે આવેલ દિયોદર રોડ પર અને ખેતર માં જેમાં ખુરશી પર બેસી ને પોતાના કાર્યલય પર ચૂંટણી ના પ્રચાર પ્રસાર માટે શ્રી ગણેશ કર્યા હતા અને હવે ,3 ઉમેદવારો માટે અગત્યની બાબત એ છે કે હાલમાં તો મતદારો ના મિજાજ જાણવા મળે છે ત્યારે કુડેચા ઈશ્વરજી નું પલ્લું ભારે દેખાય છે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

1 COMMENT

  1. સાચી વાત છે… ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રમાણે ઇશ્વરજી બહુ મોટા અંતર થી જીત મેળવે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here