અંબાજી પોલીસે સરહદ છાપરી ચેકપોસ્ટ થી 7.5 કિલો ચાંદી નો જથ્થો ઝડપી પાડ્યો એક સક્ષ ની કરાઈ અટકાયત ચાંદી નો માલ ચોરી નો હતો

0
2

અંબાજી નજીક ગુજરાત રાજસ્થાન ની સરહદ ઉપર ગુજરાત ની પોલીસે છાપરી ચેકપોસ્ટ ઉપર સતત વૉચ ગોઠવેલી હતી ત્યારે પોલીસ ના હેડ કોન્સ્ટેબલ જયકરણ ગઢવી ને બાતમી મળેલ કે ચોરી કરાયેલો ચાંદી નો જથ્થો ગુજરાત માં ગુસનારો છે તેને લઇ પોલીસે ચેકીંગ તેજ કરી હતી ને રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતી એક વાર્ના કાર જેમાં એક માત્ર ડ્રાઈવર બેઠેલો હતો તેને શંકા કુશંકા જતા તે કાર ની તપાસ હાથ ધરવા સારું અંબાજી પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરી હતી જેમાં બોનેટ માં ચાંદીનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો અંબાજી પોલીસે આ ચાંદી નો જથ્થો બહાર કાઢી જોતા મંદિરો માંથી ચોરાયેલા વિવિધ આભૂષણો જેનો અંદાજે વજન 7.5 કિલો થવા જાય છે .

જેની કિમત રૂપિયા 8 લાખ સાથે અંબાજી પોલીસે આ ચોરી નો માલ માટેની વપરાયેલી કાર ને પણ કબ્જે લઇ 9 લાખ રૂપિયા ઉપરાંત નો મુદામાલ કબ્જે કર્યો હતો આ કામ ના આરોપી સુરેશ શાંતિલાલ સોની જે રાજસ્થાન ના સિરોહી જિલ્લા ના ગોયલી ગામ નો છે ને ચોરી કરાયેલી આ ચાંદી નો જથ્થો થરાદ પાસે ના ગણતા ગામ ના વિવિધ મંદિરો માંથી ચોરી કરાયેલા ચાંદી ના આભૂષણો હતા જે આરોપી ચોરેલી ચાંદી લઇ અમદાવાદ ગાળવા માટે લઇ જતો હતો જે મળેલી બાતમી ના આધારે પકડી પાડવામાં આંબાજી પોલીસ ના સફળતા મળી છે આમ અંબાજી પોલીસે એક આરોપી સહીત કાર અને ચાંદી નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ તસ્વીર: કિશન શર્મા અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here