શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી

0
13

પંચમહાલ

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી .જેમાં સ્કૂલના ધોરણ ૧૦ થી ૧૨ ના તમામ બાળકો તથા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના આયોજન ઉપક્રમે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ ના મંત્રી શ્રી જીતેન્દ્ર ઠાકર દ્વારા કર્તવ્ય બોધ દિવસનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જીતેન્દ્ર ઠાકર દ્વારા સ્વામી વિવેકાનંદ વિશે તેમના બાળપણથી લઈ અને યુવાની સુધીનુ બૌદ્ધિક પ્રવચન આપવામાં આવ્યું હતું. ભારતનો દરેક નાગરિક સ્વામી વિવેકાનંદ જેવા ઉત્સાહી, નીડર ,બાહોશ બને, સ્વામી વિવેકાનંદ જેવા ગુણોનો બાળકોમાં સંચાર થાય તેમજ હિંદુ સનાતન ધર્મ નો દેશ અને વિદેશમાં પ્રચાર અને પ્રસાર કરે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના સ્ટાફ મિત્રો દ્વારા પણ સ્વામીજી ના પ્રેરક પ્રસંગો થી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. શાળાના આચાર્ય શ્રી અવલસિંહ બારીયા દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર ના ઉદાહરણ આપી બાળકોને પણ સ્વામીજીના જીવનચરિત્રનું અનુકરણ કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા સમગ્ર ગુજરાતમાં કર્તવ્ય બોધ નું આયોજન કરવામાં આવેલ છે તે અનુસંધાને પંચમહાલ જિલ્લામાં પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા સ્વામી વિવેકાનંદ કર્તવ્ય ,બોધ નું આયોજન કરવામાં આવી રહયુ છે.

રીપોર્ટ .. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here